એ જ...!
ઘરે આવીને બેઠો. આકુળ-વ્યાકુળ હતો. એને યાદ આવવા લાગી એ ક્ષણો.
બેંકની લાઈનમાં ઊભો હતો, થોડી આગળ તેને જ મળતી
દેહાકૃતિ ઊભી હતી.
"કયાંક
એ જ તો નથી ને?"
ચહેરો જોવાની ઉત્કંઠા વધી.
પણ કલાકો લાઈનમાં ઊભા રહ્યા પછી હવે વારો આવવાનો હતો.
"કેમ
કરી લાઈનમાંથી બહાર નીકળું!"
વિચારતો
રહ્યો.
પગ લાઈનમાંથી બહાર ન
નીકળવા મજબૂર હતા. આંખો એ ચહેરો જોઈ વર્ષોની
તૃષ્ણા તૃપ્ત કરવા તરસતી હતી. મજબૂરીએ તૃષ્ણા પર વિજય મેળવ્યો.
રાત પડી. પથારી પર આડો
પડ્યો. એ જ વિહ્વળતા. એ જ અસ્વસ્થતા.
"કેમ કરીને અહીંથી ભાગી જાઉં અને ફરીથી બેંકમાં પહોંચી લાઈન
તોડી એક વખત એને જોઈ લઉં?"
સામે ભીડ હતી. એક પછી એક
ચહેરાને ધ્યાનથી પારખી રહ્યો હતો. "ના, આ એ નથી!.", "આ પણ નથી.",
શુ હતું આ, હકીકત કે પછી કોઈ...?
------
શબ્દસર જૂન'૨૦૨૨ અંકમાં પ્રકાશિત
©️પલ્લવી ગુપ્તા 🌷
1 comment:
अच्छी लघुकथा
Post a Comment