10 January 2024

હાઈકુ/કાગળ

હાઈકુ કુંજ




કાગળ

કાગળ બંધ
ઈતિહાસ દર્શન
સર્વયુગોનું
--------------------

સર્વજ્ઞ કરે
શિક્ષક, કાગળ ને
કલમ લઇ
--------------------

સંવેદનાની
ટપાલ છે, કાગળ,
શબ્દસભર.
------------------

ખીલે છે સ્મિત,
હું જયારે પણ વાંચુ,
તારો કાગળ.
--------------------

પિતા શું ઝંખે,
બસ એક કાગળ,
દૂર-પુત્રથી.
-------------------

મન-અંતર
હું મોકલું તને
કાગળ મહી.
--------------------

તારો કાગળ
મમ હૃદય કાજે
છે સંજીવની
--------------------

સમન્વિત જાન્યુઆરી'24 માં પ્રકાશિત હાઇકુ-કુંજ
©️પલ્લવી ગુપ્તા 🌷


No comments: