The Helping Hands: Prakash Shah
30 September 2023
The Helping Hands: Prakash Shah
27 September 2023
પ્રેમનો સંસાર/ગઝલ
24 September 2023
मातृ-अंतरमन
19 September 2023
ગણેશોત્સવની સ્થાપના
17 September 2023
વાર્તા- ઉષ્મા
13 September 2023
વળાંક
05 September 2023
ખુલ્લું આકાશ
ખુલ્લું આકાશ (મારી પ્રથમ લઘુકથા)
મૃદુલા વેકેશનમાં બંને દીકરીઓ સાથે ગામમાં પિયરે મળવા આવી. બસમાંથી ઊતરીને ગામના રસ્તે ચાલતી જતી હતી. રસ્તામાં શાંતાબાએ એને તેની દીકરીઓ સાથે જોઈ દૂરથી હાક મારી, "કેમ મૃદુલા! હવે તો એક છોરો આવવા દે?"
સાંભળતા જ એના ચહેરા પરના આનંદમાં ઓટ આવી. એના કાનમાં સાસરીના મ્હેણાં ગુંજવા લાગ્યાં. વિચારવા લાગી, "જો દીકરો હોત, તો પોતે અત્યારે સાસરીમાં જ રીબાતી હોત." પ્રોફેસર ના બની શકી હોત. આખો દિવસ સાસુના મહેણાં. રાત્રે પતિની જોહુકમી. પોતે એક હરતા-ફરતા હાડપિંજરમાં અનેક દાયકાઓ સુધી કેદ રહી હોત."
અચાનક, આનંદના કિલ્લોલથી મૃદુલાના હોઠ પર સ્મિત ફરી રેલાઈ ગયું. દૂર ખેતરમાં નાચતાં મોરને જોઈ બંને દીકરીઓ કૂદતી, તાળીઓ વગાડી રહી હતી.
ખુલ્લા આકાશ નીચે હર્યાભર્યા ખેતર વચ્ચે ઊભી મુક્ત મૃદુલા ફરી વિચારોમાં ધસી ગઈ. દીકરીઓ સાથે સન્માનપૂર્વક જીવવા માટે સાસરીરૂપી જેલની બારસાખ ઓળંગવા માટે ખૂબ હિંમતની જરૂર હતી. એ સમયે એના ટૂટતા શ્વાસમાં પ્રાણ પૂરનાર એ બંને ચહેરા પર એની દૃષ્ટિ પડતાં, મૃદુલા હરખાતી, ફરી આગળ ડગલાં માંડવા લાગી.
______________________________
©️ પલ્લવી ગુપ્તા 🌷
31 August 2023
'બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ।।' (ગાગર માં સાગર)
બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ।।
શબ્દાર્થ
માગ્યા વગર શ્રેષ્ઠ વસ્તુ મેળવી શકાય છે. માગ્યા પછી તો ભીખ પણ નથી મળતી.
ગૂઢાર્થ
રૂપક અલંકારની આ પંક્તિ માનવીય વલણની સચોટ અભિવ્યક્તિ છે.
અકબરના દરબારના નવરત્નોમાંના એક શ્રી રહીમદાસજી મધ્યકાલીન નીતિવિષયક મહાન કવિ હતાં. એમણે જીવનના આદર્શ મૂલ્યોને પોતાના દુહામાં પ્રગટ કર્યા છે.
'ગાગરમાં સાગર' જેવી ગૂઢતા ધરાવતી આ પંક્તિ વ્યક્તિના સ્વાભિમાનની ગરિમાને સુંદર રીતે પ્રસ્તુત કરે છે.
ઉપરોક્ત પંક્તિમાં કવિ કહે છે કે વ્યક્તિ જ્યાં સુધી કંઈ માગવા નથી જતી, એની મહત્તા જળવાઈ રહે છે. લોકો વચ્ચે સ્વમાની વ્યક્તિ તરીકે ઓળખાય છે.
અનુકૂળ હો કે પ્રતિકૂળ આપબળથી ઝઝૂમતી વ્યક્તિ આત્મનિર્ભર બને છે. સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સ્થાપિત થાય છે. લોકો એવી વ્યક્તિના કામ કાજે સદૈવ તત્પર રહે છે. એ આશ્વાસ્ત રહે છે કે એવી વ્યક્તિ માટે કંઇક કરીએ તો એમને એમના કર્યાનું વળતર અવશ્ય મળશે.
આત્મનિર્ભર વ્યક્તિને સમાજમાં ગરિમામય છવિ તથા આદરરુપી ભેટ મળે છે. એ વ્યક્તિ અન્ય માટે ઉદાહરણરૂપ-પ્રેરણારૂપ બની રહે છે.
જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિએ કોઈની સમક્ષ હાથ લંબાવનારની પ્રતિષ્ઠા જોખમાય છે. સહાનુભૂતિની નજર ક્યારેક તિરસ્કારમાં ફેરવાય છે.
શરૂઆતમાં તો હાથ લંબાવનારને સહાય મળી રહે છે પણ જો આ ઘટના પુનરાવર્તિત થાય તો લોકો એને એની કુટેવ અથવા એનું દુર્ભાગ્ય માની એનાથી દૂર ભાગે છે. પછી તો કોઈ સામાન્ય સહકાર મેળવવો પણ કઠિન થઈ જાય છે.
કહેવાય છે ને "अपना हाथ, जगन्नाथ।" અને "पराधीन सपनेहु सुख नाही।"
અર્થાત્, આત્મનિર્ભરતા જીવનને આદરના અને સ્વમાનના મોતીથી શણગારે છે. જ્યારે યાચના જીવનને તિરસ્કાર સિવાય કંઈ નથી આપતી, ભીખ પણ નહી.
--------
"સમણું" જૂન-સપ્ટેમ્બર 2020માં પ્રકાશિત સુભાષિત વિસ્તાર
©️ પલ્લવી ગુપ્તા 🌷
29 August 2023
આવ્યો રક્ષાબંધન તહેવાર
બાળગીત:
આવ્યો રક્ષાબંધન તહેવાર
29 June 2023
28 June 2023
કરેલું પાછું આવે છે.
અનુવાદ
મૂળ સ્રોત : એક અંગ્રેજી વિડીઓ
અનુવાદક : પલ્લવી
ગુપ્તા
"કરેલું પાછું આવે છે."
(લઘુકથા)
એક વખત બીલી નામનો એક બેઘર માણસ હતો, જેને માંડ કંઈ ખાવાનું મળતું. રાત્રે
ફુટપાથ પર ના ઊંઘવું પડે એમ વિચારીને તે રોજ ભીખ માગતો. એક દિવસ તેને એક એવી
સ્ત્રી મળી જેણે તેનું જીવન બદલી નાખ્યું. એ સ્ત્રીએ તેને એક સાથે વીસ ડોલર આપ્યા.
તે સ્ત્રીનું આભાર વ્યક્ત કરતા બીલીએ કહ્યું , "હવે મારે આજે આ ફુટપાથ પર ઊંઘવું નહિ પડે, પણ આટલા બધા પૈસા મને એક સાથે કેમ આપ્યા?"
સ્ત્રીએ જવાબ આપતાં કહ્યું,
"કરેલું પાછું આવે છે, એમ હું માનું છું."
બીલીએ એ સ્ત્રીનું
નામ પૂછતા તેણીએ કહ્યું, "મારું નામ સરાહ ડાર્લિંગ છે. હું સડકની પેલી બાજુ કામ
કરું છું, આવો
કયારેક." કહીને તે જતી રહી.
તેના ગયા પછી ભીખમાં
મળેલાં કુલ પૈસા ગણવા માટે બીલી જયારે પાત્રને ખંખેરતો હતો, તેને હીરાજડિત અતિ મૂલ્યવાન એક વીંટી મળી.
તે સમજી ગયો કે પૈસા નાખતી વખતે સરાહની આ વીંટી ભૂલથી પાત્રમાં પડી ગઈ હશે.
તે તરત દોડયો. આમતેમ
શોધી જોયું પણ સરાહ તેને કયાંય ન મળી. સરાહ હવે નહિ જ મળે, એમ વિચારતો જ હતો કે તેની નજર સોનાની
દુકાન પર પડી. ત્યાં દુકાનદારે વીંટીની કીંમત ચાર હજાર ડોલર કહી. સાંભળતાં જ બીલી ખુશ
થઈ ગયો કે હવે ઘણાં મહિનાઓ સુધી તેને ફુટપાથ પર નહિ ઊંઘવું પડે. પણ અચાનક તેને
સરાહની વાત યાદ આવી, "કરેલું
પાછું આવે છે."
તે દુકાનથી બહાર
નીકળી ગયો. સરાહને શોધી વીંટી પાછી આપી જ દેવાનું તેણે નક્કી કર્યું. સરાહે બતાવેલ
સડક પર આવેલી ઓફીસોની અંદર જઈ-જઈને તે તેની તપાસ કરતો રહ્યો. ત્યાં એક ઓફિસમાં
સરાહ મળી. તેણે સરાહને વીંટી પાછી આપી. એ વીંટી તેના લગ્નની વીંટી હતી. વીંટી
જોઈને સરાહની આંખો આનંદથી છલકાઈ ગઈ. આભાર વ્યક્ત કરતાં તેણે કહ્યું,
"આ વીંટી મારા માટે ખૂબ મૂલ્યવાન છે. મેં આને દરેક
જગ્યાએ શોધી. પણ બીલી! આને વેચીને તમે ઘણા પૈસા મેળવી શકતા હતા. તો કેમ પાછી આપી?"
બીલીએ કહ્યું, હા, તમે મારી મદદ કરી હતી, તો મારે પણ કરવું જોઈએ. બીજું એ કે એક
વિદ્વ સ્ત્રીએ મને કહ્યું હતું કે ‘કરેલું પાછું આવે છે’ .
સરાહ: "ખૂબ ખૂબ આભાર તમારો. તમે
નથી જાણતા કે આ વીંટી મારા માટે શું છે? હું આ વાત કયારેય નહિ ભૂલું હવે."
આ ઘટના સરાહના ઓફિસમાં એની એક સહકર્મચારી જોઈ રહી. એણે સરાહને ઈન્ટરનેટ પર આ વાર્તા મૂકી ‘મને
દાન આપો’ની સેવા બીલી માટે શરૂ કરવાની સલાહ આપી. તેને આ વિચાર ખૂબ ગમ્યો.
સરાહે એમ કર્યું. આ
વાર્તા એની કલ્પનાથી વધારે પ્રખ્યાત થઇ. આખી દુનિયાના લોકોએ બીલીને દાન કરવાનું
શરૂ કરી દીધું. ટૂંક સમયમાં જ 190 હજારથી વધારે ડોલર ભેગા થઈ ગયા. બધા પૈસા એક બેગમાં
ભરી સરાહ બીલી પાસે ગઈ. તેને એ બેગ આપતાં કહ્યું ,
"મારી પાસે તમારા માટે એક ભેંટ છે. 19, 726
ડોલરની ભેંટ છે."
બીલીના આશ્ચર્યનો પાર ના રહ્યો. એને માનવામાં નહોતું આવતું કે એ બધું જ
એનું અને માત્ર એનું જ હતું. સરાહે તેને બધી જ ઘટના વિગતવાર કહી સંભળાવી. પછી કહ્યું,
"હવે તમારે ફુટપાથ પર
નહિ ઊંઘવું પડે. તમે તમારું પોતાનું ઘર બનાવી શકો છો." બન્નેએ એકબીજાના સુખી
જીવનની પ્રાર્થના કરી.
સરાહના ગયા પછી બીલીને બેગમાંથી એક
ચિઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું, ‘કરેલું પાછું મળે છે’.
ડૉ. મોતીભાઈ પટેલ (તંત્રી: સમણું )ની પ્રેરણાથી અનુવાદિત, પરિવેશ અનુવાદ અંક એપ્રીલ 22 - ડીસેમ્બર 22 અંકમાં પ્રકાશિત લઘુકથાનો ભાવાનુવાદ
©️પલ્લવી ગુપ્તા🌷