🌺પ્રેમનો સંસાર/ગઝલ🌺
રમલ છંદ
ગાલગાગા ગાલગાગા ગાલગા
પ્રેમનો સંસાર નોખો હોય છે.
લાગણીનો ઠાર નોખો હોય છે.
જિંદગીભર સંગ છે માતા પિતા;
એમનો સહકાર નોખો હોય છે.
ઘર સજે છે આત્મજાના વ્હાલથી;
જીદનો પણ ભાર નોખો હોય છે.
ભાગ્યશાળી છું મળી મૈત્રી ખરી;
બંધુતાનો સાર નોખો હોય છે.
ક્યાં નડે છે ક્રોધ પણ મનમીતનો;
સ્નેહનો સ્વિકાર નોખો હોય છે.
છો મળે એકાંત ક્યારે ડર નહીં;
એક એ પડકાર નોખો હોય છે.
'સમન્વિત' જુલાઈ '2019 અંકમાં પ્રકાશિત મારી ગઝલ રચના
No comments:
Post a Comment