08 May 2024

Living Legend: શ્રી મોતીભાઈ પટેલ

મહાકાવ્યો કદી મરતા નથી.

Living Legend શ્રી મોતીભાઈ પટેલને મારી શબ્દ શ્રદ્ધાંજલી

 


             દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઉદગમ સ્થાન હોય છે. એક આરંભ બિંદુ દરેકને મળે છે.‌ જેનું પણ અસ્તિત્વ છે એ સજીવ હોય કે નિર્જીવ આ વિશ્વમાં એક નિશ્ચિત સ્થાન પ્રત્યેકને મળેલ છે.‌ હવે એ ઉદગમ સ્થાનને વળગી રહેવું કે એક એક ડગલું આગળ વધતા પોતાના અસ્તિત્વનો વ્યાપ વધારવો એ જે તે વ્યક્તિના દૃઢ મનોબળ, મહત્ત્વકાંક્ષાઓ અને ક્ષમતા ઉપર આધારિત છે. માનવીય ઇતિહાસમાં એવા અનેક પાત્રો જોવા મળ્યા છે કે જેમણે પોતાની સકારાત્મકતા, ઉચ્ચાકાંક્ષા, અસાધારણ સાહસો, શોર્યપૂર્ણ પ્રવાસો, અસીમ સાહસ બળ, પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઉમદા મૂલ્યો દ્વારા મહાકાવ્ય બની સદૈવ સમાજને એક ઉત્તમ વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

           રામ અયોધ્યાની નજીકના કોઈ જંગલમાં સ્થાયી થઈ શક્યા હોત; કૃષ્ણ કંસ-હનન, કે જે એમના અવતરણનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, પછી મથુરા કે વૃંદાવનમાં સ્થાયી થઈ શક્યા હોત; સિદ્ધાર્થ કપિલવસ્તુ પર શાસન કરી એક સમ્રાટ તરીકેની પ્રતિષ્ઠા મેળવી શક્યા હોત અને ગાંધીજી સ્વયં બેરિસ્ટર થયા પછી પોતાનું વૈભવશાળી જીવન વિતાવી શક્યા હોત. પરંતુ જો આ પાત્રો પોતાના ઉદગમ સ્થાનને વળગી રહ્યા હોત, તો ક્યારેય શ્રીરામ કે દ્વારકેશ કે ભગવાન બુદ્ધ કે મહાત્મા ના બની શક્યા હોત. સમાજ કલ્યાણ અર્થે વધાવેલા તેમના પ્રત્યેક ડગલાએ આ મહાન પાત્રોને મહાકાવ્ય બનાવી દીધા.

     એક એવું જ વિરલ વ્યક્તિત્વ -શ્રી મોતીભાઈ મ. પટેલ, શિક્ષણના સુચારું સંચાલન અને સ્થાપન માટેના તેમના અનંત પ્રયાસો દ્વારા એમના જીવનને મહાકાવ્ય સમો વ્યાપ મળ્યો છે.

     અરવલ્લીની ગિરિકંદરાઓની વચ્ચે નાનકડા ગામ ઈસરીના એક સામાન્ય ખેડૂતપુત્રે ગુજરાતના દરેક ખૂણે પોતાનું નામ ગજવ્યું છે. પ્રાથમિક શાળાથી અનુસ્નાતક તાલીમી કોલેજો સુધી, રાજસ્થાન બોર્ડરના વાઘપુરથી દ્વારીકા સુધી, અરવલ્લીથી સુરેન્દ્રનગર સુધી, આખા ગુજરાતમાં છવાયેલ કબીરવડ છે. સંપૂર્ણ જીવન શિક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ, વહીવટી જવાબદારીઓમાં વિતાવ્યા ઉપરાંત તેમનું વ્યક્તિત્વ દર્પણની જેમ સ્વચ્છ, નિર્દોષ રહ્યો છે. કેટકેટલી સંસ્થાના સ્થાપક-ટ્રસ્ટી, કેટકેટલાના જીવનના ઉદ્ધાર-પ્રોત્સાહક પરિબળ હોવા છતાં સ્વભાવે બાળક જેટલા જ સરળ રહ્યા છે. રત્તિ જેટલું પણ અહમનો છટકાવ ક્યારેય જોવા મળ્યો નથી. મહાકાવ્ય સમા તેમના જીવનનો એક ટૂંકો પરિચય મેળવીએ.


ઉદગમ બિંદુ:

અરવલ્લીની ગિરિકંદરાઓના સાનિધ્યમાં મેઘરજ તાલુકાના એક નાનકડા ગામમાં 16-5-1937ના દિવસે શ્રી મનોરભાઈ તથા નાથીબહેનને ત્યાં શ્રી મોતીભાઇ પટેલનો જન્મ થયો. મહેનતુ ખેડૂત પિતા અને સમૃદ્ધ મોસાળની વારસાઈ વચ્ચે ખૂબ સુંદર લાડકોડવાળુ અલ્લળ બાળપણ મળ્યું. ગામની સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં સગા સોમાકાકા તે શાળાના આચાર્ય હતા, ઉત્તમ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત બાળપણની નિર્દોષ લીલાઓથી ભરપૂર સમૃદ્ધ સમયકાળ મળ્યો. પ્રાથમિક શિક્ષણ પછી પિતાના આગ્રહથી ખેતી કામમાં જોડાયેલા તરુણવયના મોતીને તેમના મામાના કેટલાક શબ્દોએ જીવનને એક નવી દિશા આપી."પિતાજીની વારસાઇની થોડી જમીનમાં ચાર ભાઈઓ પૈકી તારું કુટુંબ શે જીવશે? મોતી, નળીયાની લાઈનની જેમ તારી જીવનની લાઈન પણ સીધી જ રાખજે"મામાની આ શિખામણે મોતીને જીવનની જવાબદારીઓ માટે સજાગ કર્યો, પછી શરૂ થઈ જીવનમાં સંઘર્ષ યાત્રા.

 

સંઘર્ષ કાળ:

મામાની શિખામણથી પુરુષાર્થ માટે તત્પર મોતીભાઈ 'સિદ્ધાર્થ' નવલકથાના સિદ્ધાર્થની જેમ ઘર છોડીને નીકળી પડ્યા, સાથે હતું તો માત્ર એક બગલથેલો જેમાં બે જોડ કપડાં અને  ફકત 20 રૂપિયા. ઈસરીથી મેશ્વો નદી વટાવી શામળાજી પછી પદયાત્રા કરી હિંમતનગર પહોંચી ગયા. ત્યાં શહેરની એક કરીયાણાની દુકાનમાં નોકરી કરી. પછી દરજીની દુકાન, ક્યારેક ખેતીમાં ગુંથાયા. પરંતુ શિક્ષક થવાને ઝંખતું હૈયું તેમને નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા સુધી લઈ આવ્યું. ત્યાં શિક્ષક તરીકેની નોકરી મળી. બસ, જીવનપથ પર એક નવી દિશાએ શ્રી મોતીભાઈ પટેલને આહ્વાન  આપ્યો.


જીવન યાત્રા:

શિક્ષક તરીકેની પ્રથમ નોકરી મેળવ્યા બાદ તેમની અંદરનો શિક્ષકત્વ સોળે કળાએ ખીલવા લાગ્યો. પછીથી જીવનકાળ દરમિયાન ઘણી જગ્યાએ શિક્ષક અને તદુપરાંત અધ્યાપક તરીકેની નોકરી કરી તથા ઘણી શૈક્ષણિક સંસ્થાઓનું સ્થાપન કર્યું.

નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા પછી રાજસ્થાન-ગુજરાતની સરહદે વાઘપુર-ગોધાવાડા પ્રાથમિક શાળામાં બદલી થઈ. સ્વયં આચાર્ય, શિક્ષક, પ્યુન બધી જવાબદારી તેમના જ કાંધે હતી. પછીના વર્ષોમાં શ્રી નૃસિંહભાઇએ વલ્લભ વિદ્યાલય-બોચાસણમાં ગયા જ્યાં શ્રી રવિશંકર મહારાજનું સાનિધ્ય મળ્યું. પછી સર્વોદય યોજનાની આંબાબાર પ્રાથમિક શાળા, ભિલોડા, એમ હાલના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી કરી.

કાળાંતરે શિક્ષક પછી અધ્યાપક તરીકેની યાત્રા શરૂ થઈ. જેમાં સૌપ્રથમ અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં પીટીસી અને જીબીટીસીના અધ્યાપક તરીકે નિમાયા. તે સમય દરમિયાન કોલેજથી છુટી દર શની-રવિ મોડાસા કોલેજમાં એમ. એ. ગુજરાતીના વર્ગો પણ ચલાવતાં. મોડાસામાં જાણીતા બાળ સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીના સંપર્કમાં આવ્યા. શ્રી રમણભાઈ સોની કે જેમણે 1 થી 100 સુધીની સંખ્યા અંગે સંશોધન કર્યું હતું. વળી આગળ ચાલીને એ સંશોધનને કશમે એવોર્ડ પણ પ્રાપ્ત થયો, જેમાં મુખ્ય ભૂમિકા શ્રી મોતીભાઇની હતી.


સ્વયં શિલ્પી, શિક્ષણઋષિ:

ડોડીસરાના કાર્યકાળ દરમિયાન ઇસરીથી ભિલોડા સુધી પાંચ માધ્યમિક શાળાઓ શરૂ કરી. પછી કોઈ અણબનાવે ડોડીસરા છોડવાનું નક્કી કર્યું, ત્યાં તો ખંભાતના બી. એડ. કૉલેજમાં અધ્યાપકની પદવી રાહ જોઈ બેઠી હતી.

         15 જૂન 1970માં ખંભાતની શ્રીમતી બી.સી.જે કોલેજ ઓફ એજ્યુકેશનમાં હાજર થયા. અનુસ્નાતક શિક્ષક થયા. 'તુલનાત્મક શિક્ષણ'ની નૂતન ધારા શરૂ કરી. શૈક્ષણિક સામયિક 'નૂતન-શિક્ષણ'ના તંત્રી ડૉ. ગુણવત્તા શાહથી મૈત્રી થઈ જેનો ડંકો શિક્ષણજગતમાં  આજે પણ વાગે છે. ઉત્સાહ અને નિષ્ઠા ભરેલી પ્રવૃત્તિઓ સાથે કેટલાક વર્ષો પસાર થતા હતાંત્યાં તો દ્વારકા બી.એડ.કોલેજ તેમને બોલાવતી હતી.

         દ્વારકામાં કારકિર્દીની 15 વર્ષની લાંબી યાત્રા ખેડી.  તે લાંબી યાત્રાને શ્રી મોતીભાઈ સોનેરી વર્ષો તરીકે સંબોધતા હતા . 15 વર્ષના દીર્ઘ સમયકાળ દરમિયાન ડો. ગુણવંત શાહ સાથે મૈત્રી ગાઢ થઈ. અનેક કાર્યશિબિરો, યોજનાઓ, પ્રવૃત્તિઓ થકી અધ્યાપન ક્ષેત્રે શ્રી મોતીભાઈની નામના સતત વધતી રહી છે. મોતીભાઈ પટેલ કહેતા, "હું મારા વતનમાં માત્ર 13 વર્ષ રહ્યો છું. તેને બદલે દ્વારિકામાં 15 વર્ષ રહ્યો. 15 વર્ષમાં મેં વ્યક્તિગત ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી. શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાહિત્યનું સુંદર વાતાવરણ અમે મિત્રોએ સર્જ્યું.”

         દ્વારકા પ્રત્યે આટલું મમત્વ છતાં 1988માં દ્વારકા પશ્ચિમ તરફ મૂકીને ઉપડ્યા સુરેન્દ્રનગર.

         શિક્ષણ જગતમાં શ્રી મોતીભાઇ પટેલ નો એક્કો જમાવનાર આ કાળ ખૂબ જ ફળદ્રુપ સાબિત થયો. માનવમંદિરમાં આવેલી 'મૈત્રી વિદ્યાપીઠ મહિલા બી.એડ કોલેજ'માં આચાર્ય બન્યા. એમની અંદર બેઠેલો આચાર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. એમ. એડ. ના વર્ગો શરૂ કર્યાં. બહેનો માટે છાત્રાલય શરૂ કરી. ઉપરાંત, કોલેજની બહેનો તથા અધ્યાપકો માટે ખાદીનો ગણવેશ નક્કી કરી ગણવેશ ધરાવતી ગુજરાતની પ્રથમ બી.એડ. કોલેજ બની. પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના તત્કાલીન વડા ડૉ. ગુણવંત શાહ સાથે વિચારમેળો શરૂ કર્યો. વિચારમેળાની કુલ 25 સફળ શિબિરોના આયોજન થકી શિક્ષણ સહિત સાહિત્ય ક્ષેત્રે પણ નામના મેળવી. વિદ્વાન મિત્રો બન્યા. આ શિબિરોમાં શ્રી કેશુભાઈ દેસાઈ, શ્રી યશવંત શુક્લ, શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક', શ્રી પુરૂષોત્તમ માવલંકર, શ્રી ભદ્રાયુ  વછરાજાની જેવા સર્જકોએ ભાગ લીધો હતો.

          ત્યાં તાલીમી શિક્ષણના પાયારૂપ એક મોટું કાર્ય આરંભ કર્યું અને તે હતું એમ. એડ. ના વર્ગોનું નવું સેન્ટરની શરૂઆત. તે ઉપરાંત અન્ય અનેક કામગીરી કરતાં રહ્યાં, જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાફ એકેડેમિકમાં તજજ્ઞ સેવાઓ; માધ્યમિક શિક્ષણબોર્ડ શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે ત્રણ વર્ષની સેવા; પુનઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટ તથા સિન્ડીકેટ સભ્ય તરીકે; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિભાગના ડીન તરીકે; અને.... અને..... અને..... શિક્ષણ અને વહીવટ ક્ષેત્રે અનેકો અનેક કામગીરી કરી, જેને શબ્દોમાં બાંધવું અશક્ય પૂરવાર થાય છે. કહેવાય છે ને,

 चरण वै मधु विन्दति।
       उठकर कमर कसकर चल पड़ने वाले मनुष्य को ही मधु मिलता है । निरन्तर चलता हुआ ही स्वादिष्ट फलों का आनन्द प्राप्त करता है; सूर्य को देखो जो निरंतर चलते रहते हैं, क्षण भर भी आलस्य नहीं करते।“

 

આ મહાકાવ્યના ઉમદા મૂલ્યો:

શ્રી મોતીભાઈ મ. પટેલ એક પારસમણિ હતા. તેઓ જે જે સ્થળ જે જે વ્યક્તિના સંપર્કમાં આવ્યા તે સુવર્ણ બનીને ઝળહળી ઉઠ્યું. જેનું કારણ હતું તેમની સકારાત્મક વિચારધારા તથા દીર્ઘદૃષ્ટિ.  જેના લીધે સમાંજોદ્ધાર માટે લીધેલા પગલા ખોટા પડ્યા નોહતા. જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત કૈંક ને કૈંક કરવાની તેમની ખેવના તેમને યુવાન રાખતી. Down to Earth વાળું તેમનું વિનમ્ર વ્યક્તિત્વ નવા અને ઉમદા સંપર્કોથી તેમને સમૃદ્ધ રાખતું. કેટલાક મહાનુભાવોના શબ્દો એક અનન્ય છવી ઉભી કરે છે.

    શ્રી ભરત જોશી તેમને 'હકારાત્મક ઉર્જાનું પાવર હાઉસ'

    ડો. દક્ષેશ ઠાકર એમને 'શિક્ષણ પ્રહરી મોતીભાઈ',

    મણિલાલ હ.પટેલ 'શિક્ષકોના આદર્શ શિક્ષક મોતીભાઈ',

    હરેશ ધોળકિયા તેમને 'પ્રસન્નમૂર્તિ વ્યક્તિત્વ' કહે છે.

   જ્યારે ડૉ. કેશુભાઈ દેસાઈ 'કૂણા કાળજાનો માનવી' તરીકે સંબોધે છે.

   જયેન્દ્ર ત્રિવેદી કહે છે 'એક રજકણ રત્ન  બનીને શોભે'.

   શિષ્યો એમને 'મિત્ર, માર્ગદર્શક અને ગુરુવર' તરીકે સંબોધે છે.

 

           "વ્યક્તિ પોતાના કર્મો થકી જ પૂજાય છે." સ્વનો વિકાસ અને સાથો સાથ સમાજ માટે કંઈક કરી ગુજરવાના મનસૂબા સાથે કરેલાં પુરુષાર્થ લોકોના હૃદયમાં ફોરમ બનીને મલકાય છે. શ્રી મોતીભાઈ મ. પટેલનું જીવનકવન આખા ગુજરાતમાં પણ કંઈક એવી જ સુવાસ પ્રસરાવે છે કે આ મસ્તક આપોઆપ આ શિક્ષણઋષિને વંદન કરવા નમી જાય છે.

               કવિએ સાચું જ કહ્યું છે,

            खुले पंख तेरे, गगन अब तेरा है।
            खिली इक कली तो, चमन अब तेरा है।।
                                               ---डॉ. फूलचंद गुप्ता

સમણું, શ્રદ્ધાંજલી વિશેષાંક માર્ચ '24 અંકમાં પ્રકાશિત 

©️પલ્લવી ગુપ્તા 🌷

02 May 2024

મારો સાહિત્યિક પરિચય

 

મારો સાહિત્યિક પરિચય


 નામ : પલ્લવી ફૂલચંદ ગુપ્તા

વ્યવસાય:  ભાષા શિક્ષક 

અભ્યાસ:  એમ. એ., બી. એડ. (English: Language and Literature),  પી.એચ.ડી. અભ્યાસ ચાલુ 

લેખન :  મેં હિંદીગુજરાતી તથા અંગ્રેજીમાં કેટલીક ગદ્ય-પદ્ય કૃતિઓમાં મારી કલમ ઊપાડેલ છે. કાવ્યગઝલ ઉપરાંત લઘુકથાવાર્તાપુસ્તક સમીક્ષાનિબંધચિંતનજીવન દર્શન જેવા વિવિધ સાહિત્ય-સ્વરૂપો પર મારી શબ્દયાત્રા જોડાઈ છે. ભાષાંતર કાર્યમાં પણ પ્રવૃત્ત છું.

         મારા બ્લોગ Rachana  પર પણ મારી કેટલીક લેખન-કૃતિઓ માણવા મળે છે. લિંક છે: https://pallavigupta83.blogspot.com/?m=1

          શાળા કક્ષાએ કરાવેલ innovative language activities અંતર્ગત Classroom Activities ની YouTube channel પણ કાર્યરત છે. લિંક છે:

https://youtube.com/@pallavigupta1918?feature=shared

મારી પ્રતિબદ્ધતા:

       સાહિત્યજગતના ઉમદા વૈશ્વિક પ્રારૂપમાં લેખનકાર્ય થકી ભારતીય સાહિત્યને વિશ્વસાહિત્ય ફલક પર વધુ તેજસ્વી બનાવવા પ્રતિબદ્ધ છું.

લેખનકાર્ય :

        શૈક્ષણિકસાહિત્યિક તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓ અંતર્ગત મારી ગદ્ય અને પદ્ય રચનાઓ ભારતના અલગ અલગ રાજ્યોથી પ્રસારિત વિવિધ ઉત્કૃષ્ટ સામયિકોમાં સતત પ્રકાશિત થયા કરે છે. જેની વિસ્તૃત વિગત નિમ્નલિખિત છે.

પ્રકાશિત પુસ્તકો:

1. The Global Luminary: Prakash Shah, A Biography, 2025

2. Yugpurush: Narendra Modi, A Professional Biography, 2025

3. लोकनायक: नरेन्द्र मोदी, व्यावसायिक जीवनी, 2025

Phd અંતર્ગત પ્રકાશિત રિસર્ચ પેપર્સ:

 The Comparative Study of Language and Cultural Diversity in India with Perspective to NEP 2020, published in Research Matrix 2321 7073, January '24

 A feministic study Katherine Mansfield's short story 'Bliss', published in 'Shanti' a Peer Reviewed Journal of Research, ISSN 2278-4381, March '22.

ક્રિયાત્મક સંશોધન:

 મિરર ઇફેક્ટ વાળા મૂળાક્ષરોમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલ અને તેનો ઉકેલજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડરમાર્ચ '23

બાળ સાહિત્ય (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):

બાળગીત: 'આવ્યો રક્ષાબંધન તહેવાર', ટમટમ તારલીયાઓગસ્ટ '21

બાળગીત: 'કોયલ બોલે', બાળસૃષ્ટિએપ્રિલ-મે '21

બાળવાર્તા: 'મારી માતૃભાષા', બાળસૃષ્ટિફેબ્રુઆરી '21

બાળવાર્તા : 'રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન', બાળસૃષ્ટિડિસેમ્બર '20

નિબંધ (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):

 'अनुपूरक', विश्व गाथामार्च '24प्रेरणा अंशु ‘24

 'કોરોના: એક સંક્રાંતિકાળપારિજાતજુલાઈ '21

 'ગાંધી-એક વૈચારિક ક્રાંતિકારીજનકલ્યાણઓક્ટોબર '20

લઘુકથાઓ (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):

અનુભૂતિ, શબ્દ, નવેમ્બર'24

◾ જીદ છોડો હવે!, કુમાર, જૂન'24 

◾ 'સુંદર', વિશ્વા, જૂન '24

◾ 'ચોરી', કલાવિમર્શ, એપ્રિલ '24

 'તો પછી શીદને...!', સમન્વિતમાર્ચ '24

 'ઉપહાર', વિ-વિદ્યાનગરફેબ્રુઆરી '24

 'ભૂખ', નવચેતનજાન્યુઆરી '24

 'ऊष्मा'प्रेरणा-अंशुजनवरी '24

 'વળાંક'શબ્દસરસપ્ટેમ્બર '23

 'થરથરાટ', વ્યથાવાર્તાસંગ્રહજુલાઈ '23

 'ઊર્મિ', નવચેતનમાર્ચ '23

 'એ જ...!તમન્નાફેબ્રુઆરી '23; શબ્દસરજૂન '22

 'ઊડને બેટા', શબ્દસરમાર્ચ '22

 'અને પછી...સમણુંમાર્ચ '22

 'ડાયરીવિ-વિદ્યાનગરફેબ્રુઆરી '22

 'માંગણતમન્નાફેબ્રુઆરી '22

 'સિસ્ટર્સ', અખંડાનંદજાન્યુઆરી '22

 'સ્વતંત્રતા', નવચેતનજાન્યુઆરી '22

 'ભીખ', છાલકઓક્ટોબર '21

 'કેમ કરીને એ..!શબ્દસૃષ્ટિસપ્ટેમ્બર '21

 'ટકોરો', સમણુંસપ્ટેમ્બર '21

 'અવસર'સમણું, જૂન '21

 'સમણું', સમણું, માર્ચ '21

'દિવાલ', નવચેતનમાર્ચ '21

 'ગુલાબ', સ્વરાજ્યનવેમ્બર '20

 'પ્રતીક્ષા', ગુજરાત છાયાજુલાઈ '20

'ખુલ્લુ આકાશ', સમણુંજૂન '20

 'તડકો અને છાંયડો', સાહિત્ય-વારસો જૂન '20

ટૂંકી વાર્તા (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):

'સરપંચની ચૂંટણી', સંજોગએપ્રિલ '24

'ઊષ્મા', તરફ વાર્તાસંગ્રહ, 2023

પુસ્તક પરિશીલન (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):

 'ગાંધી-અંતરમનલે. ડો. ફુલચંદ ગુપ્તા સમણું સપ્ટેમ્બર '21

 'પ્રિયજન', લે. શ્રી વિનેશ અંતાણીસમણું જૂન '21

 'કૃષ્ણાયન', લે. શ્રી કાજલ ઓઝા વૈદ્યસમણું જૂન '20

 'રેતીછીપલાં અને મોતી...લે. શ્રી મોતીભાઈ મ. પટેલસમણું જૂન '20

અનુવાદ:

 'New Moon: K. K. Shah, a Biography' Wri. Shri Ishwar Prajapati (Gujarati), December '23

 'The Helping Hands: Prakash Shah, a Biography', Wri. Shri Ishwar Prajapati (Gujarati), July '23

 'स्वतंत्रता',  ले. पल्लवी गुप्ता (गुजराती), प्रेरणा अंशुजून '23

 'કરેલું પાછું આવે છે.', લે. માર્ટીન જ્હૉન (અંગ્રેજી)પરીવેશડિસેમ્બર '22

 'ઓનલાઇન જિંદગી', લે. માર્ટીન જ્હૉન(હિન્દી)પરીવેશડિસેમ્બર '22

 'અંતર અકબંધ છે.', મૂળ લે. માર્ટીન જ્હૉન(હિન્દી)પરીવેશડિસેમ્બર '22

 'शिकार', ले. श्री हरीश महुआकर (गुजराती)Sahityasetu Literary Journal, नवंबर '21

'24 कैरेट', ले. श्री हरीश महुआकर (गुजराती)Sahityasetu Literary Journal, अक्टूबर '21


 Kartavya: Duty with Dedication, A Police Diary (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.

◾ 'Menial to Minister:  An Adventurous Odyssey of Dr Kuber Dindor' A Biography (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.

The Radiant of Gujarat, succinct story of the philanthropist of Gujarat (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.

શૈક્ષણિક લેખ:

 'Making English Easier' articles to teach English easily in classrooms, published in Linguazine magazine continuously.

જીવન ચરિત્ર:

 'મહાકાવ્યો કદી મરતા નથી. Living Legends-શ્રી મોતીભાઈ મ. પટેલસમણુંમાર્ચ '24

 'બહુમુખી વ્યક્તિત્વ-ડૉ. મફતલાલ પટેલગ્રંથવૈભવઓક્ટોબર '22

પદ્ય રચનાઓ:

હિન્દીઅંગ્રેજી તથા ગુજરાતીમાં દેશભરની વિવિધ પત્રિકાઓમાં નિયમિત પ્રકાશિત અનેક છાંદસ તથા અછાંદસ કાવ્ય રચનાઓ

એવોર્ડ:

◾ વિદ્યોતેજક સન્માન એવોર્ડ -2024
શિક્ષણ ક્ષેત્રે કરેલા ઇનોવેટિવ્સ કાર્યો માટે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા એનાયત પુરસ્કાર

'મહિલા શક્તિ કાવ્ય રત્નએવોર્ડ', 2024

નેપાલ સરકાર દ્વારા પંજિકૃત 'શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સન્માન ફાઉન્ડેશનનેપાલદ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય મહિલા શક્તિ કવિતા પ્રતિયોગિતા 2024' માં 'कठिन नहीं है।प्रेरणा-अंशु मार्च '21 માટે પ્રથમ પુરસ્કાર તથા 'મહિલા શક્તિ કાવ્ય રત્નએવોર્ડ.

'ગૌરવવંતા ગુજરાતની ભલી ગુર્જરી નારએવોર્ડ', 2021

અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળગુજરાત તરફથી 2021 માં મહિલા સશક્તિકરણ તથા મહિલા વિકાસની ઉમદા વિચારધારા' વ્યક્ત કરતી ગદ્ય-પદ્ય રચનાઓ માટે '૫૧-શ્રેષ્ઠ કવયિત્રી પુરસ્કાર' તથા 'ગૌરવવંતા ગુજરાતની ભલી ગુર્જરી નારએવોર્ડ.

 પારિજાત એવોર્ડ 2021

'કેર કોરોનાનોનિબંધ સ્પર્ધામાં 'કોરોના-એક સંક્રાંતિકાળ' નિબંધ માટે પારિજાત એવોર્ડ 2021નું પાંચમું ઇનામ પ્રાપ્ત થયું છે.

 સાહિત્યનો વનવગડો વાર્તા સ્પર્ધા 2021 માં વાર્તા 'થરથરાટ'ને દ્વિતીય ઇનામ પ્રાપ્ત થયું છે.

ઉપરાંત 'ન્યૂઝ ઓફ ગાંધીનગર', 'સાહિત્ય વારસો', 'શબ્દ સુરતાજેવા વિવિધ whatsapp ગ્રુપ દ્વારા વખતોવખત યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં મારી ગદ્ય અને પદ્ય રચનાઓ માટે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે.

 YouTube channel પર પઠિત રચનાઓની લીંક:

आवाज़ अनसुनी द्वारा निबंध अनुपूरक का पठन:

https://ansuniawaaz.com/10-16/

વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'ભૂખનું પઠન:

https://youtu.be/rgJktNM02Cg?si=-nEOt6QqOusxziu5

 વિસ્મય ચેનલ દ્વારા હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદિત લઘુકથા 'ઓનલાઇન જિંદગીનું પઠન:

https://youtu.be/3ox3BOYkfUE?si=_QoHkAdUXTvnzw-B

વિસ્મય ચેનલ દ્વારા હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદિત લઘુકથા 'કરેલુ પાછું આવે છે.નું પઠન:

https://youtube.com/watch?v=jjbG1lDlPWw&feature=share7

વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'થરથરાટઅને 'ઊર્મિ'નું પઠન:

https://youtu.be/bgYHms22ZtM

વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'ટકોરોઅને 'એ જ...'નું પઠન:

https://youtu.be/zq0iN0zFXk0

વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'માગણઅને 'ડાયરી'નું પઠન:

https://youtu.be/wmdAzm8QD3o

વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'સ્વતંત્રતાઅને 'અને પછી...'નું પઠન:

https://youtu.be/nWYCVeSr9b8

 માસ્ટરની મનગમતી વાતો ચેનલ પર લઘુ કથાઓ 'ટકોરો', 'કેમ કરીને એઅને 'ઉડને બેટાનું શ્રી સુનીલભાઈ ગોહિલ દ્વારા પઠન:

https://youtu.be/RIOiDE7fpY0

Storytelling by Harshadray Padiya channel પર: લઘુકથા 'તડકો અને છાંયડોનું પઠન:

https://youtu.be/mhWH7DeOM24?si=_MrmX3nNueW9CzGs

 

 







17 April 2024

दोहे

दोहे
----------राम स्मरण-------

रामायण प्रतिबिम्ब है, मानवता का धर्म।
देव दैत्य पाते सभी, फल! हो जैसा कर्म।।१।।

फल कर्मों का हरिकथा, युग रोशन सत्कर्म।
दुःसाहस मत कीजिए, नष्ट करे दुष्कर्म।।२।।

माँ गौरी का हठ नहीं, थी उनकी सद्भक्ति।
राम कथा भू पर उतर, सिद्ध करे शिवशक्ति।।३।।

©️ पल्लवी गुप्ता 🌷

11 April 2024

डॉ. मफतलाल पटेल और हिन्दी के मनोवैज्ञानिक उपन्यास (शोध कार्य)

डॉ. मफतलाल पटेल और हिन्दी के मनोवैज्ञानिक उपन्यास

शोध कार्य



        कोई शिक्षक होता है, तो कोई समाज सेवक । कोई लेखक होता है, तो कोई संपादक । कुछ राजनीतिज्ञ होते हैं, तो कुछ शिक्षणविद । कोई शिक्षा के सिद्धांतों का निर्माण करता है, तो कोई संस्थाओं का। कुछ लोग समाज की अच्छाइयों को दीमक की तरह चाट जाने वाले रुढिवाद को निर्मूल कर देना चाहते हैं, तो कुछ वर्तमान राजनीति से भ्रष्टाचार को। किंतु जब हम बात करते हैं डॉ. मफतलाल जेठालाल पटेल की, हमें उनके चरित्र में व्यक्तित्व के ये सारे आयाम पूर्ण रूप से सिद्ध दिखाई पड़ते हैं।

        Simple Living - High Thinking का अनुसरण करने वाले डॉ. मफतलाल पटेल ने पांचवी कक्षा की बाल्यावस्था में ही बाल विवाह न करना, दहेज न लेना, सुवर्ण का त्याग, साटे-पाटे के विवाह का त्याग, विवाह संबंधित निरर्थक खर्चों के त्याग... आदि का दढ संकल्प लिया, जिनका न केवल अपने विवाह में ही, किंतु अपने बच्चों के विवाह में भी अचूक पालन किया। सिर्फ रु. १०० में गुजरात की पूर्व मुख्यमंत्री तथा उत्तरप्रदेश की समकालीन राज्यपाल आनंदीबेन पटेल से विवाह किया ।

       सिर्फ अपने जीवन और घर से ही कुरिवाजों को नहीं उखाड़ फेंका, किंतु महिलाओं का सामाजिक स्तर सुधारने में तथा जन-जन में नारी के सम्मान की जागृति लाने के लिए निरंतर कार्यान्वित रहे। महिलाओं के उत्कर्ष के लिए, 'महिला और मानव अधिकार' (२०१५) कि जिसमें जिलाओं के तथा ऐतिहासिक परिप्रेक्ष्य में महिलाओं का महत्त्व तथा उनके कानूनी अधिकारकास विस्तार से चर्चा की गई है, तदोपरांत 'दीकरीने उडवा पांखों तो आपो' कार की को उड़ने के लिए पंख तो दें) (२०१९), 'दादानी दीकरीओ' (दादा की बीटिया (२०१५) जैसे अनेक लेखों तथा ग्रंथों द्वारा नारी कल्याण की ज्योति जलाते रहे।

        उनके विचार समाज में सिर्फ नारी की स्थिति तक ही सीमित नहीं हैं। उन्होंने पूरे-पूरे गाँव तक का उद्धार किया है। उन्होंने १९८५ में गुजरात के धंधुका तहसील के हरिपुरा नामक एक अशिक्षित, पिछडे हुए गाँव को दत्तक लिया। अपने सूझ-बूझ और सिद्धांतों से उसे एक आदर्श गाँव बनाया। इस गांव का एक भी व्यक्ति अशिक्षित, बेकार या व्यसनी नहीं है। हर घर किसी ना किसी प्रकार के गृह उ‌द्योग से सुशोभित है । ग्रामोत्थान के इस वंदनीय कार्य के लिए उन्हें 'हरिपुरा के गांधी' के नाम से सम्मानित किया गया है।

        वे एक आदर्श शिक्षक रहे हैं। हिंदी, संस्कृत तथा मनोविज्ञान के विशारद ने प्राथमिक शाला से लेकर हाई स्कूल शिक्षणकार्य किया और फिर हिंदी एवं मनोविज्ञान के अध्यापक रहे। व्यावसायिक सफर सिर्फ इतना ही सीमित नहीं है।। अहमदाबाद जिला पंचायत शिक्षा समिति के प्रमुख के रूप में वे लगातार चार बार बहुमत से जीत कर २० साल तक सेवा कार्य करते रहें। उनकी सिखाई गई शिक्षा नीतियों का आज भी गुजरात शिक्षा बोर्ड अनुसरण करता है। इस दौरान उन्होंने अहमदाबाद जिले की १०६५ स्कूलों की कायापलट की है। अहमदाबाद जिले का कोई स्कूल नहीं जिसकी उन्होंने मुलाकात न ली हो। यह गाँधीवादी विचारक एक कुशल और इमानदार राजनीतिज्ञ भी हैं। सन् १९८१ में अहमदाबाद जिला पंचायत की सीट पर भाजपा की ओर से जीतने वाले प्रथम कार्यकर्ता है। फिर निरंतर २० सालों तक अर्थात् १९८१ से २००० तक बहुमत से विजयी रहे। बचपन से ही पिता के उच्च गुणों को धारण करने वाले डॉ. मफतलाल पटेल ने अपना राजनैतिक जीवन भ्रष्टाचार से बेदाग होकर बिताया। उन्होंने साबित कर दिखाया कि अगर व्यक्ति चाहे तो अपनी आधुनिक विचारधारा को अटल निश्चय के साथ अपने जीवन में उतार कर अपना आचरण भले ही संघर्षपूर्ण, किंतु निश्छल रखे तो वह समाज में लोगों का आदर और विश्वास जरूर प्राप्त कर सकता है।

        उन्होंने अपने जन्म स्थल महेसाणा जिले के विसनगर तहसील में 'कड़ा' गाँव में एक सार्वजनिक पुस्तकालय का भी निर्माण किया। चार मंजिला वाला यह पुस्तकालय आधुनिक सुविधाओं से सज्ज है। ग्राउंड फ्लोर पर पुस्तकें और पाठकों की बैठक व्यवस्था है। दूसरी मंजिल कम्प्यूटर लैब से सुसज्ज है तथा तीसरी मंजिल में प्रोजेक्टर तथा आधुनिक फर्निचर हैं जो स्पर्धात्मक परीक्षार्थियों के लिए काफी उपयोगी है। चौथी मंजिल का निर्माण अभी कुछ समय पूर्व ही हुआ जिसे स्मृति सांस्कृतिक भवन कहते हैं। इन बहुआयामी व्यक्तित्व के कृतियों की सूचि जिस प्रकार बहुत लंबी है, वैसे ही उनके लेखन तथा प्रकाशन की सूचि भी काफी लंबी है। जिसे संक्षिप्त टिप्पणी में समा लेना काफी कठिन है।

        डो. मफतलाल पटेल एक सिद्धहस्त लेखक तथा संपादक भी हैं। उन्होंने 'अचला एजुकेशन फाउंडेशन ट्रस्ट' की स्थापना की। सन् २००१ से नियमित प्रकाशित अचला मेगेजीन के तंत्री है, जिसमें समकालीन शिक्षा प्रवाह, गतिविधियाँ, समस्याओं पर चिंतन, इत्यादि की विस्तृत चर्चा के साथ-साथ शिक्षाविदों का मार्गदर्शन भी उपलब्ध रहता है। इसके उपरांत उन्होंने 'प्रगतिशील शिक्षण', 'केलवणी', 'जीवन शिक्षण', 'घरशाला', 'सारस्वत' जैसे अनेक शैक्षणिक सामयिकों में गुणवत्तायुक्त योगदान दिया है। पाटीदार समाज के मुखपत्र 'धरती' में भी महत्त्वपूर्ण कार्य किया है। 'शिक्षण क्षेत्रे सूर्योदय' (२०१६) नामक ग्रंथ में ६४ शिक्षाविदों के चिंतनात्मक लेखों का संपादन किया। 'प्रगति' (२०१७) में स्मिट कार्डन के ग्रंथ का संपादन किया ।

        इतना ही नहीं, उन्होंने अनुवाद कार्य में भी अपना बहुमूल्य योगदान दिया है। एच. जी. वेल्स की आठ कहानियों का 'वर्ल्ड बेस्ट स्टोरीज' (२०२०) के नाम से अंग्रेजी से गुजराती में अनुवाद किया है। कई चिंतनात्मक लेख लिखे, जैसे कि 'चालो, जीवी लईए. (२०२०), 'जीवन ने सुमधुर बनाववाना राजमार्गो' (२०१५), 'संकल्प बल' (२०१३), 'विचार बल' (२०१६), 'टिक्स एन्ड किड्स' (१९९२) जैसे कई ग्रंथों का लेखन कार्य किया। लोकजागृति के लिए 'समाज को बदल डालो' नाटक की रचना की।

        हिंदी साहित्य के प्रथम मनोवैज्ञानिक उपन्यासकारों जैनेन्द्र, इलाचंद्र जोशी, अजेय, इत्यादि के औपन्यासिक पात्रों का दर्शन और शिल्प के परिप्रेक्ष्य में मनोवैज्ञानिक विश्लेषण भी किया है।

        हिन्दी उपन्यासकारों की प्रथम श्रेणी के उत्कृष्ट अपन्यासकार श्री जैनेन्द्रजी के बारे में डॉ. मफतलाल पटेल कहते है कि, मनुष्य के मन की पर्तें खोलकर तह में छिपी हुई गांठें खोलने और पिघलाने में श्री जैनेन्द्र सिद्धहस्त कलाकार हैं। वे अंतर्मुखी व्यक्तित्व का दर्शन करवाते हैं। डो. मफतलाल पटेल ने जैनेन्द्र के 'सुनीता' (१९६४), 'त्यागपत्र' (१९३७), 'कल्याणी' (१९३९) 'सुखदा' (१९५२) जैसे चरित्र प्रधान उपन्यासों के पात्रों की कथनी और करनी की बारीकाई से मनोविश्लेषण प्रस्तुत किया है।

          'सुनीता' उपन्यास में किसी अन्य पुरुष की मानसिक कुंठाएँ खोल कर उसके व्यक्तित्व के संपूर्ण विकास के लिए किस प्रकार एक स्त्री अपना सब कुछ उसे समर्पित कर देती है. इस मानसिक स्थिति का खूब सुंदर विश्लेषण किया गया है। हो. पटेल 'त्यागपत्र' की मुख्य नायिका मृणाल के जीवन का विश्लेषण करते हुए कहते हैं कि उसकी खरी त्रासदी ना ही उसके अनाथ होने में है और ना ही भूख तिल-तिल मरने में हैं। परंतु उसके यह है कि वह एक अपने अमेड पति को समर्पित होने के बावजूद है यातना तो अविन व्यतीत करने को बाध्य है। एक सीधी सरल सती स्त्री को अपवित्रता च कलंक लगाकर घर से निकाल दिया जाता है तथा नर्क से बदतर यातनाओं के साथ तड़प-तड़प कर मरने के लिए छोड़ दिया जाता है।

           मृणाल अपने साथ किए गए सभी अन्याय को मौन रहकर सहती है, कहीं कोई विरोध नहीं करती । स्कूल मास्टर से मार खाना, सैली के भाई से प्रेम की बात पर अपनी भाभी से पीटा जाना, सभी इच्छाओं का गला घोटकर एक अधेड विधुर से विवाह, निर्दोष होने के बावजूद पति द्वारा घर से निकाले जाना और सामाजिक उत्पीडन की हर घटना को मौन रहकर सहने वाली मृणाल की मानसिकता का विश्लेषण करते हुए डॉ. पटेल कहते है कि मनुष्य ना तो स्वयं को बदल सकता है और ना बाहरी दुनिया को । वह केवल अपनी स्थिति की व्याख्या कर सकता है।

        श्री जैनेन्द्र के सुप्रसिद्ध उपन्यास 'कल्याणी' में मुख्य नायिका कल्याणी के चरित्र और मनोवृत्तियों की व्याख्या करते हुए वे कहते हैं कि स्त्री सदैव अपने पति से प्रेम चाहती हैं। यदि उसे वह प्रेम ना मिला तो परपुरुष या धर्म में प्रेम ढूंढती है। असफलता मिलने पर स्वयं को कोसती है, पीटती है। कहती है, "में सब भूल जाना चाहती हूँ। मैं खुद से नफरत करना चाहती हूँ।" डॉ. पटेल कल्याणी को एक ऐसी स्त्री का ज्वलंत उदाहरण बताते हैं जो जीवन से नाराज, हताश और असंतुष्ट है । 

        श्री अज्ञेयजी को हिंदी के महान मनोवैज्ञानिक उपन्यासकार बताते हुए डॉ. पटेल कहते हैं कि अज्ञेय ने अपने पात्रों के मनोविश्लेषण के आधार पर कथा साहित्य का प्रासाद खड़ा किया है। अज्ञेयजी के 'शेखर - एक जीवनी' उपन्यास के मुख्य पात्र शेखर का विश्लेषण करते हुए डॉ. पटेल कहते हैं कि व्यक्ति के चरित्र निर्माण की नींव उसके बचपन के प्रथम ५ वर्ष में है। माता पिता के रोज के क्रूर झगडों में शेखर ने अपना बचपन खो दिया। निर्दोष इच्छाएँ और बाल सहज भावनाओं के दमन के परिणामस्वरुप उसमें एक अपराधी का जन्म हुआ । डॉ. पटेल 'शेखर - एक जीवनी' को हिंदी उपन्यास साहित्य में एक नए प्रयोग के रुप में प्रमाणित करते हैं।

        अज्ञेयजी के एक अन्य उपन्यास 'नदी के द्वीप' की मुख्य नायिकार रेखा के बारे में डॉ. पटेल लिखते हैं कि रेखा एक ऐसी स्त्री है जिसकी तुलना में अन्य किसी भी उपन्यास का कोई भी पात्र खड़ा नहीं रह सकता। वह एक विचारशील नारी है, जो सामाजिक विचारधारा को चुनौती देती है। तीन अलग-अलग पुरुषों के संसर्ग में जीवन व्यतित करने के बावजूद वह चरित्रहीन नहीं है। रेखा एक विशेष चरित्र का प्रतिबिंब है।

        दर्शन और शिल्प के परिप्रेक्ष्य में इलाचंद्र जोशीजी के उपन्यासों का मनोविश्लेषण करते हुए डॉ. पटेल कहते हैं कि, "जोशीजी ने मानवी के अवचेतन में दबी हुई अतृप्त वासनाओं का चित्र खींचकर यह बताया है कि, इंसान के व्यवहार में अवचेतन का प्रभाव सबसे अधिक है।"

        जोशीजी के लेखन की समीक्षा करते हुए वे कहते हैं कि जोशीजी मनोविज्ञान के सिद्धांतों को सामने रख कर उपन्यास लिखते हैं। 'सन्यासी' उपन्यास का मुख्य नायक नन्दकिशोर का कुण्ठित अहंकार, ईर्ष्या तथा शंकाशील प्रकृति का रुप धारण कर लेता है। असफलता, ईर्ष्या, अपनी शक्तिहीनता का ज्ञान, असंतोष और हाहाकार के बीच उसके अहंकार ने उसे सदा जलते रहने के लिए छोड़ दिया ।

        इसी प्रकार 'पर्दे की रानी' में निरंजना का विश्लेषण करते हुए डॉ. पटेल कहते हैं कि, "वर्तमान युग में केवल व्यक्तिगत प्रभाव की ही बोलबाला नहीं है, किन्सु अहम् से जन्मी प्रतिहिंसा का परिणाम महायुद्धों के नाशलीला में परिणत होता है। मनुष्य को कृत्रिम शिक्षा और संस्कृति को त्यागकर स्वस्थ, सबल, सहज और स्वाभाविक बुद्धि स्तर पर आना होगा।"

        डॉ. पटेल के बहुआयामी व्यक्तित्व के बारे में जितना लिखा जाय, कम ही है। हिन्दी ओपन्यसिक पात्रों के चरित्र का मनोविश्लेषण उनसे बेहतर और कोई नहीं कर सकता। उनकी दीर्घायु और बेहतर स्वास्थ्य के लिए मेरी हार्दिक शुभकामनाएँ ।

'ગ્રંથવૈભવ, ડૉ. મફતલાલ પટેલના સાહિત્યાસ્વાદનો સંચય', 2021 में प्रकाशित;

प्रकरण: 51; पेज नंबर: 246-250.

©️ पल्लवी गुप्ता 🌷


10 April 2024

સરપંચની ચૂંટણી, એક એપિસોડ

"સરપંચની ચૂંટણી "

ઓઘડ અને જીવીની અદ્ભુત, રસપ્રદ જીવનકથા "છપ્પન ઈંચ',
આ એક અભૂતપૂર્વ ગ્રંથમાં મારું સ્ક્રિપ્ટેડ એક એપીસોડ



.


        ઓઘડનાં નવાં નવાં લગન થયાં.

        ઓઘડ કસાયેલ શરીરવાળો ખરો,પણ..! મજૂરી કરીને કસાયેલું શરીર.બાકી ભૂખ તો ભરડો લઈ જ ગઈ હતી.
        કલુમા એક સાંધે ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિ હતી. જોકે માજી જીવના જબરાં , એમનાં આંગણેથી લગભગ કોઈ ભૂખ્યો ના જાય.એ ઘરમાં હોય ત્યાં સુધી ચિંતા ના કરે.

        'હજાર હાથવાળો દેવાં વાળો છે.બે હાથવાળો લય લયને કેટલું લેશે..!??
         માણસને ખાવાં માટે એક જ મોઢું છે.ખાય ખાયને માણસ કેટલું ખાશે..!??'
         આવી રખાવટને હિસાબે કલુમાની ચોતરફ વાહવાહી થાતી.
         અને એટલે જ ઓઘડને જીવી જેવી સ્વરૂપવાન છોકરી મળી હતી.
         નવાં નવાં દિવસોમાં જીવી પાણીછેડે માંથે ગોળી હાંડો.અને કેડમાં ગાગર ભરીને ગામમાં નીકળે.
માથા પરનાં હાંડામાથી ક્યારેક.., ક્યારેક પાણી છલકાતું હોય.એ પાણીનાં ટીપાં સંગેમરમર જેવી જીવીના ગાલ ઉપર પડે.જાણે ગુલાબની પાંખડી ઉપર ઝાકળ ઝાકળ.
આમ જીવીનુ સોંદર્ય ચોતરફ છલકાઈ ઊઠે.
આવું પાણી નીતરતું રૂપ અને વસંતની જેમ મધમધતા જીવીના યૌવનથી ગામના પુરુષો આકર્ષિત થતાં .
એને ટીકી ટીકીને જોયાં કરતાં.
જીવીથી આ વાત અજાણી નહોતી.પણ..! જીવીને એવું કાંઈક કરવું હતું કે સોંદર્યમાં સુગંધ ભળે.અને રૂપ બોજારૂપ નહીં પણ પૂજારૂપ લાગે. આનો સીધેસીધો ફાયદો બધી જ મહિલાઓને મળે.ગામને મળે.
       આના માટે બે બાબત સૌથી પહેલાં જોઈએ.
'એક તો શિક્ષણ,અને બીજા સંસ્કાર.'
       બાળકો માટે બાલ વાટીકા અને મોટેરાંઓ માટે પ્રૌઢ શિક્ષણ શરું કર્યા.યુવાનો માટે એમની જે આવડત હતી, એમનાં કૌશલ્ય વર્ધક કામો શરું થયાં .
ધીમે ધીમે કામ આગળ વધવાં લાગ્યું.
           હવે એની સાક્ષરતા અને આત્મનિર્ભરતાથી ગામના અન્ય લોકો પણ પ્રભાવિત થવા લાગ્યા. 
          આખા દિવસના કામકાજ ઉપરાંત જીવીને સાંજે જે સમય મળતો એમાં તે પોતે પણ.., અભ્યાસ કરવાં બેસી જતી.
એ જોઈ ગામની અન્ય સ્ત્રીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સભાનતા આવી. ધીમે ધીમે જીવી પાસે સ્ત્રીઓ અને બાળકો ભણવા માટે તો કયારેક સીવણ શીખવા માટે આવવા લાગ્યા. આ વાત ફોરમ ની જેમ ગામના ખૂણે ખૂણે પહોંચી.
          મનમાં કંઈક વિચારી જીવી શાળાના આચાર્યને મળવા ગઈ. એ સાંજે બંને ઓઘડને મળવા આવ્યા.
આચાર્ય: "ચ્યમ ઓઘડ! જીવી શું કરેશ?"
ઓઘડ: "ઈ તો રાણી થઈશ! મારો ભવ સુધરી ગ્યોશ!"
          આચાર્યએ ઓઘડને અને શીલાએ જીવી ને કંઈક સુઝાવ આપ્યો. કાળી મજૂરીના સંઘર્ષ પછી સાક્ષરતાએ જેને પુનર્જીવિત કરી એ જીવી જીવનમાં હવે આગળ વધવા સતત મક્કમ હતી.
         હવે એમના આંગણમાં સવારના પહોરમાં આંગણવાડી અને બપોરે સીવણના વર્ગો ચાલવા લાગ્યા. ગામમાં શિક્ષણ અને ચેતનાનો નવો સંચાર થયો. એ તો રાત્રે પણ ઠરતી નહોતી. એને વાંચનનો એવો શોખ વળગ્યો કે તમામ ધોરણની બધી ચોપડીઓ વાંચી ગઈ. શીલાએ એક પછી એક એના કોલેજની પુસ્તકો લાવી આપી. જીવીએ એ પુસ્તકોનો અર્ક પણ પી લીધો.
ઓઘડ ઘરની અને ગામની સ્થિતિ પરિસ્થિતિમાં આવેલ સુધારાથી હતપ્રભ હતો. જે તીવ્રતાથી જીવીએ વિકાસ તરફ કૂચ કરી હતી એ સંપૂર્ણ ગ્રામજનો માટે આદર્શપાત્ર બની હતી.
હવે ગામ આખાની બહેન દીકરીઓ રાત -વરત પણ બિંદાસ હરી -ફરી શકતી હતી.કોઈની કામી નજર એમને ખટકતી નહોંતી.
જીવીએ સંપૂર્ણ સમર્પણ ગામ માટે ન્યોછાવર કર્યું હતું.પ્રેમઅને જીવન બન્ને સાર્થક છે.આવો ગામ આખાને પરિચય કરાવ્યો હતો .
એ જોઈ ઓઘડમાં પણ આત્મવિશ્વાસે જન્મ લીધો. જૂનું બધું જ ભૂલીને એ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવા તત્પર થયો.
         વિકાસના પંથે બે વર્ષ પસાર થયા. હવે સમય આવ્યો ગામમાં સરપંચની ચૂંટણીનો.
સરપંચ કોણ બને? એ સૌથી મોટો પ્રશ્ન હતો.
ચૂંટણી આવે એટલે કંઈ કેટલાય મૂરતિયા ઊભાં થઈ જાય.એમ, નહીં પણ..,જાત જાતની વાતો થવાં લાગી.'આપણે જ ચૂંટણી લડવી છે.'એવાં હાંકલા પડકારાં સંભળાવા લાગ્યાં.
જીવીને મનમાં શંકા ઉત્પન્ન થઈ.
'આ ચૂંટણી જ ગામને બધાવે છે.ભાઈ- ભાઈ, કુટુંબ- કુટુંબ અને નાતિ -જાતિને જૂદાં કરાવે છે.
આ ચૂંટણી જ ના આવતી હોય તો..!!?
ના..પણ..! આપણી તો લોકશાહી છે.અને લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય બાબત છે.
પણ..!! કાંઈક તો રસ્તો હશે ને..!!?'
ત્યાં ગામમાંથી આઠ દસ માણસો આવતાં દેખાયાં.સાથે આચાર્ય સાહેબ પણ હતાં.
એકે વાતની શરૂઆત કરી.
"જીવીબેન..! આ વખતની ચૂંટણીમાં તમારે સરપંચનું ફોર્મ ભરવાનું છે.એટલે ગામમાં કોઈ બાઝે જ નહીં.અને આ માટે આજે ગામનાં ચોરે એક મિટિંગ રાખી છે."
જીવીએ હસતાં હસતાં કહ્યું.
"ના ભાઈ ના..! મારું કામ નેતા બનવાનું નથી.
અને ચૂંટણીમાં મને ફાવે પણ નહીં."
"જીવીબેન..! એ બધી વાત આપણે ચોરે જ કરશું."
ચોરો આખેઆખો હકડેઠઠ ભર્યો હતો.ચોરાનુ મેદાન પણ ગામલોકોથી ભરાઈ ગયું હતું.
ઓઘડ સાથે જીવીની એન્ટ્રી થઈ..એટલે સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો.
જીવીએ બે હાથ જોડીને નમસ્કાર કરી ,સૌનો આભાર માન્યો.
આચાર્ય સાહેબે માઈક હાથમાં લઈને શરૂઆત કરી.
"ભાઈઓ અને બહેનો..! આપણે આ વખતની સરપંચની ચૂંટણીમાં જીવીબેનને લડાવવાં માંગીએ છીએ.તમે બધાં શું કહો છો..!??"
બધાં કાંઈ બોલે એ પહેલાં જીવીએ ઊભાં થતાં જ કહ્યું.
"હાં પણ..! હું ચૂંટણી લડીને ભાઈ -ભાઈ, કુટુંબ- કુટુંબને અલગ કરવાં નથી માંગતી.
અને એટલે મારે ચૂંટણી લડવી નથી."
ચારેકોર છન્નાટો છવાઈ ગયો.
પાછળની હરોળમાંથી એક સાથે આઠ દસ અવાજો આવ્યાં...
"હાં પણ..!! ચૂંટણી જ કોને કરવી છે!? અમારે તો તમને ગામ સમરસ કરીને સરપંચ બનાવવાં છે."
હજારો તાળીયોનો ગડગડાટ એક સાથે થયો.
અને સૌની છાતી છપ્પન ઈંચની થઈ ગઈ.

10/04/2024 'સંજોગ ન્યુઝ' ના ઉત્સવ પૂર્તિમાં પ્રકાશિત 
©️ પલ્લવી ગુપ્તા 🌷